Zarukho Exhibition 2022

- Posted by admin
- Posted in Campus Updates, Education, Events, Sports, University
સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન શ્રીમતી. એસ. બી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા તારીખ ૧૩, ૧૪, ૧૫ સપ્ટેમ્બર,૨૦૨૨ ના રોજ ઝરૂખો એક્સીબિશન-૨૦૨૨ નું આયોજન કરવામાં આવેલ હતું. આ એક્સીબિશનમાં બી.એસ.સી ફેશન ડિઝાઈનિંગની વિદ્યાર્થીનીઓ દ્વારા હેન્ડમેડ (હાથ થી બનાવેલ) વિવિધ પ્રકારની જ્વેલરી (ઓક્સોડાઇસ જ્વેલરી, ફેબ્રિક જ્વેલરી, વુડન જ્વેલરી), ડિઝાઇનર ચણિયાચોળી , ડિઝાઇનર કપડાં અને ડેકોરેશન કરેલી તેમજ હાથ થી પેઇન્ટિંગ કરેલ પૂજાની થાળી, કળશ વગેરે વસ્તુઓ બનાવીને મૂકી હતી.
આ એક્સીબિશનમાં બિઝનેસ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ કેવી રીતે માર્કેટિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને વેચાણ કેવી રીતે કરવું અને મેનેજમેન્ટ વિષયોના સિદ્ધાંતો નું જ્ઞાન વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરવા પ્લટેફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં બી.બી.એ.ના વિદ્યાર્થીનીઓ તથા વિદ્યાર્થીઓ દ્વારા માર્કેટિંગ તથા વેચાણની ફરજ બજાવી સહકાર આપ્યો હતો. તદ્દઉપરાંત ઓનલાઈન પેમેન્ટ જેવી સુવિધાઓ પુરી પાડી ડિજિટલ ઈંડિયા અંતર્ગત ગ્રાહક અનુલક્ષી કાર્ય કરવામા આવ્યુ હતું. જેમાં શ્રીમતી. એસ. બી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના પ્રિન્સિપાલ શ્રી ડો. જયશ્રી દત્તા દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ એક્સીબિશનમાં ફેશન ડિઝાઈનિંગની વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક જ્ઞાન નો વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરવા પ્લટેફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યકમમાં ફેશન ડિઝાઈનિંગની વિદ્યાર્થીનીઓ તથા ફેકલ્ટી મેમ્બરે ઉત્સાહિત રીતે ભાગ લીધો હતો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેંટશ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રોવોસ્ટ શ્રી ડો. ડી. જે. શાહ તથા ડિન શ્રી ડો. જે. કે. શર્મા એક્સીબિશનની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓને પ્રોતસાહીત કર્યા હતા. એક્સીબિશનમાં હાજર રહી વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધારો કર્યો હતો. તદ્દઉપરાંત વિસનગર તેમજ આજુબાજુના વિસ્તારમાંથી અંદાજે ૧૨૦૦ થી ૧૫૦૦ જાહેર જનતાએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.