4th Convocation 2021

- Posted by admin
- Posted in Campus Updates, Events, Uncategorized
નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ ના સંસ્થાપક, સ્વતંત્ર સેનાની, પ્રેરણામૂર્તિ અને કર્મવીર સ્વ. સાંકળચંદભાઈ પટેલની ૩૫ મી પુણ્યતિથિ ના સ્મરણીય દિવસે તારીખ ૨૮ નવેમ્બર ૨૦૨૧ રવિવારના રોજ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ચોથો પદવીદાન સમારોહ યોજાયો જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રી માનનીય ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભા.જ.પા. મહામંત્રીશ્રી અને પૂર્વ ગૃહમંત્રીશ્રી માનનીય રજનીકાંતભાઈ પટેલ અને મહેસાણા જિલ્લા સાંસદ સભ્યશ્રી માનનીય શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા અને પદવીદાન સમારોહની શોભામાં વધારો કર્યો.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માં વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસ પૂર્ણ કરી ઉત્તીર્ણ થયેલ કુલ ૧૩૪૩, જેમાં ૮૨૧ સ્નાતક, ૫૧૨ અનુસ્નાતક અને ૧૦ પી.એચ.ડી. વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી તેમજ વિવિધ વિદ્યાશાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરેલ કુલ ૪૦ ગોલ્ડ મેડાલિસ્ટ અને ૧૦ પી.એચ.ડી. વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનશ્રીઓના વરદહસ્તે સુવર્ણચંદ્રક તથા પદવી એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવ્યા.