Placement Drive (ICICI BANK Association with NIIT)

WhatsApp Image 2023-09-12 at 4.09.28 PM

શ્રીમતી એસ .બી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ મેનેજમેંટ, વિસનગર

શ્રીમતી એસ બી પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ (BBA) સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર ખાતે તા. ૧૨-૦૯-૨૦૨૩ ના રોજ NIIT સાથે જોડાણ કરી ICICI BANK માટે પ્લેસમેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં બી.બી.એ અને બી.કોમ ના કુલ 27 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂમાં ભાગ લીધો હતો. આ પ્લેસમેન્ટ પાછળનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સારી કંપનીમાં નોકરીની તક આપવાનો હતો. ઇન્ટરવ્યૂ માં વિદ્યાર્થીઓનો પર્ફોમન્સ પ્રમાણે સિલેક્શન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૧૩ વિદ્યાર્થીઓનું સિલેક્શન થયું હતું. આ પ્લેસમેન્ટ ડ્રાઇવ ડૉ.જયશ્રી દત્તા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. બી.બી.એ ના પ્લેસમેન્ટ કો-ઓર્ડીનેટર પ્રો.સોયબખાન બલોચ અને તમામ સ્ટાફનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ ઓન કેમ્પસ પ્લેસમેન્ટ માટે બી.બી.એ ના વિદ્યાથીઓને સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી.પ્રકાશભાઈ પટેલ અને પ્રોવોસ્ટ ડૉ. પ્રૂફલકુમાર ઉદાણી એ પ્રોસાહિત કર્યા હતા.

 

                     

   

Blog Attachment

Leave us a Comment